સળી
સળી
1 min
14.2K
પ્રેમ પા ઘડી કરે છે,
સમય સળી કરે છે,
એક હોય ને અનેક,
આફત ખડી કરે છે,
અવિચારી કામ,
અબઘડી કરે છે,
ગરમ કરી સપનાને,
તાપમાં ગડી કરે છે,
હોય કામ નકામું,
એમાં કડી કરે છે,
શ્વાસ હોય કે અન્ન,
હૈયામાં નળી કરે છે.
