સિગ્નલ લવ
સિગ્નલ લવ
એ રસ્તાની સિગ્નલ...
ને બાજુમાં એ...
હું એક્ટિવા પર ને ...
એ એના બાઈક પર....
હેલ્મેટમાં દેખાતી એની આંખો ને ...
દુપટ્ટાથી ઢંકાયેલા ચહેરામાં મારી આંખો...
બે ની થઈ ચાર ને લડી અમારી આંખો....
લીલી લાઈટે ખૂલી સિગ્નલ ને...
છૂટી પડી એ જોડાએલી આંખો.
પ્રથમ નજર નો એ અમારો પ્રેમ....
વીત્યો સમય ને ઢળ્યો દિવસ..
રાત આખી એ ઉઠાવ્યો સીતમ...
વિચારોમાં મગ્ન બંને જણાં..
આંખો એ અટવાયા કેવાં બંને જણાં...
ઊગ્યો દિવસ ને ચાલુ થયુ કામ...
ફરી એ જ સિગ્નલ ને એ જ સાંજ....
સઘળી ઘડી ફરી જીવંત થઈ...
ફરી એ જ લીલી સિગ્નલ ચાલુ થઈ.....
આજ થંભ્યા બેઉ ના પગ..
ને હાથોથી વાગી એક શોર્ટ બ્રેક....
આંખોના ઈશારા શરુ થયા ને...
પ્રેમની થઈ આપ લે...
વધી વાતચીત ને મુલાકાતોમાં પરિણમી...
પાંગર્યો પ્રેમ ને કસમો ખવાઈ.....
પણ..
પ્રેમમાં પાગલ બંને...
એકબીજાના નામ ના જાણે...
હું એની માહી ને એ મારો વીર....
હુલામણા નામે પાંગર્યો પ્રેમ...
મુલાકાતો હવે વધતી ગઈ...
લાગણીઓ હવે લૂભાવતી ગઈ...
કસમો બંનેની હવે....
પરિવાર સુધી ગઈ....
ભાન ભૂલેલા બે પારેવડાં ભૂલ કરી બેઠા...
નાત જાત જોયા વગર આ કેવો પ્રેમ કરી બેઠા...
રહી ના શકતા એકબીજા વગર ને...
આજે લગ્નનો નિર્ણય લઈ બેઠાં...
ખેલ હવે અહીં રચાયો...
રિતીરિવાજનો જ્યાં વારો આવ્યો...
પરિવારની જાણ બહાર..
ભાગવાનો જ્યારે નિર્ણય લેવાયો....
લીધી મિત્રોની મદદ...
ને બનાવ્યો સઘળો પ્લાન...
બીજા દિવસે ભાગવા બંને તૈયાર..
અસમંજસ થઈ ત્યારે...
મસ્જિદ મંદિરમાં અથડામણ થઈ જ્યારે....
માહી વીર ને લાગ્યો આઘાત...
ધર્મની જ્યાં આવી વાત...
કસમો ને વાતો નેવે મૂકાઈ..
હું ને તું ની રમત રમાઈ...
ના તે જાણ કરી ના મે કરી જાણ...
આ ધરમનો આપણા પ્રેમ સાથે શું વ્યવહાર... ?
હવે તકલીફ અહીં વધી....
રસ્તા વચ્ચે એ જ સિગ્નલ નડી....
આજે લીલી લાઈટે વરસાવ્યો કહેર...
પ્રેમની આજે ના લાગી મહેર...
નિર્ણય મનોમન બંને એ કર્યો...
આ સંબંધ અહીં સિગ્નલે જ છો રહ્યો...
બલિદાન ધર્મને આપ્યું અમે....
પ્રેમને એમ નિભાવ્યો અમે...
થઈ સિગ્નલ ચાલુ ને રસ્તા થયા અલગ...
માહી ને વીર છૂટા પડ્યા....
ધર્મના નામે આજે બેઉ રડ્યા....
શું છે આ નિર્ણય યોગ્ય ?
ધર્મ પણ પ્રેમ ને નડે ?
લાગણીઓને પણ લીમીટેશન હોય ?
