STORYMIRROR

Drsatyam Barot

Others Romance

3  

Drsatyam Barot

Others Romance

શ્વાસોના શેલારા

શ્વાસોના શેલારા

1 min
28.4K


શ્વાસોના શેલારા મારે,

મન મારું શ્વાસોના શેલારા મારે.

અંતરના મનની સૂકેલી ડાળ,

ફાગણિયા વાયરાને જાલે.

હાથોની રેખાઓ દેખી જો આજ,

મોય કેસૂડો ઝીણું ઝીણું ફાલે.

આંગળીઓ ફેરવતી ટેરવાની જાત,

આજ પતંગિયા ઊડી ઊડી મ્હાલે.

ફૂલોની વ્હેતી મીઠી પીળાશ,

મારા શમણાંની ડોર ને જાલે.

હાથ પગ પાણી પાણી હૈયું ધબકે,

હાથ ઝાલ્યો છે આજ મારે વ્હાલે.


Rate this content
Log in