STORYMIRROR

PRAVIN PATEL

Others

4  

PRAVIN PATEL

Others

શૂન્ય સઘળું ભાસે

શૂન્ય સઘળું ભાસે

1 min
159

કોઈક દિ એવો જાય કે શૂન્ય સઘળું ભાસે,

કોઈક દિ એવો જાય અસંખ્ય સઘળું ભાસે !


ને નજરમાં ક્યારેક ઊગી જાય છે પુષ્પ, લતા

ચમેલી, વૃક્ષો તો સર્વત્ર અરણ્ય સઘળું ભાસે !


ક્યારેક એવુંય બને દિલમંદિરમાં પ્રેમજ્યોત

ઝળહળે ને દિલમંદિરમાં દિવ્ય સઘળું ભાસે !


માની લઉં જો કુદરતની દરેક રચનાને અક્ષર

તો ધરા, અંબર, અરણ્ય કાવ્ય સઘળું ભાસે !


મળી જાય જો જોગસંજોગે સુંદર મનોરમા

તો કાન્તાસુત નેનમાં મનોરમ્ય સઘળું ભાસે !


Rate this content
Log in