શું કરી બેઠો ?
શું કરી બેઠો ?
1 min
357
કવનની ફરિયાદથી તું આમ કફન ઓઢી બેઠો,
જીવ એવો બળ્યો કવિ થઈ તું આ શું કરી બેઠો ?
અરે થઈ થઈને શું ઉંચ નીચ થાત રચયિતા,
કે તું આવું અણધાર્યું પગલું આજ ભરી બેઠો ?
કવનમાં તારી અદાકારી તો કેવી ગહન હતી,
ને તું જીવનમાં કેવડુ મોટું ગ્રહણ ભરી બેઠો ?
જરાક અમથા કવનના ભાવ તો સમજવા હતા,
તું પણ સમજી ગયો હોત કે આ હું શું કરી બેઠો !
