શું જીવું છું ?
શું જીવું છું ?
1 min
212
નાનપણ નું એ રમકડું...
તકિયાંમાં સૂકાયેલા એ આંસુ...
સમાજનાં ડરથી ભેગી કરેલી પ્રતિષ્ઠા...
એકઠું કરેલું એ ધન..
ઉપરવટ કરેલા નિર્ણયો ને..
અસમજણમાં બાંધેલા સંબંધો...
અધૂરા સપના ને અધૂરા અહેસાસો...
અકારણ ડર ને અબૂધ લાગણીઓ...
શું જીવીએ છીએ આપણે ?
ના આપણું પોતાનું હાસ્ય...
આંસુઓ પણ કોઈએ આપેલા ઉછીના..
ઉધાર માંગેલુ માન ને પરાણે નિભાવાતા સંબંધો...
મૂકો યાર બધું...
આંખોમાં પોતાની જાત પ્રત્યેનું સન્માન ને
હોઠ પર સંતોષનું સ્મિત..
દુ:ખમાં પોતીકા સંબંધો બસ.
