STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

શુભચોઘડિયાં

શુભચોઘડિયાં

1 min
195

ભાતભાતની રંગોળીને દીવડીઓ

લઈ આવી ગઈ લો દિવાળી,

સુંવાળી-મઠીયાં-ઘૂઘરા-ફટાકડા

લઈ આવી ગઈ લો દિવાળી


રૂમઝૂમ કરતી સખીઓની જોડી

લઈ આવી ગઈ લો દિવાળી

વાઘ બારશ- ધનતેરસ ને

કાળી ચૌદશની સખી તો દિવાળી


મોંઘેરા ભૈલાને મળવા કાજ

ભાઈબીજ છે લાવી લો દિવાળી

નૂતન વરસના નવલાં પર્વે

આનંદ અનેરો લાવી લો દિવાળી


ભક્તિ-પૂજા-શક્તિ-અર્ચના

આશામહેરછા લાવી લો દિવાળી

ભાઈચારો ને મિત્રતાના કોમળભાવે

પ્રાંગણે આવી લો દિવાળી


કરો ચોપડા પૂજન સૌભાગ્ય પંચમી

લાવીને લો આવી દિવાળી

કારતક માસ પ્રારંભ વિક્રમ સંવત

૨૦૭૪ નૂતનવર્ષારંભી દિવળી 


Rate this content
Log in