STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Others

3  

Vishvesh Jhala (ઉમંગ)

Others

શોધવા લાગ્યું

શોધવા લાગ્યું

1 min
397


ધ્યાન હવે તારા ઉપરથી હટવા લાગ્યું,

દિલ કોઈ બીજાને હવે શોધવા લાગ્યું,


સજા આ કેવી તે પ્રેમની આપી મને,

ગુનો કરીને પણ ખુશ થવા એ લાગ્યું,


જવાને હું નીકળ્યો હતો મંઝિલ સુધી,

સામેજ તું હતી છતાં ભટકવા લાગ્યું,


કહેવું હતું ઘણું છતાં નિશબ્દ હું હતો,

મનોમન હવે એ ઘણું બોલવા લાગ્યું,


થયોજ નહીં જો તારો ને મારો મેળાપ,

કે દૂર રહીને તને એ યાદ કરવા લાગ્યું.


Rate this content
Log in