STORYMIRROR

kusum kundaria

Others

4  

kusum kundaria

Others

શોધ

શોધ

1 min
147

આ શેની શોધમાં જોને અટવાયો છે માણસ,

કેવો ઊંધે માથે પછી તો પટકાયો છે માણસ.


દોડ છે આંધળી આ, હાંફી રહ્યો જો કેવો,

કેટલી અડચણોની વચ્ચે લટકાયો છે માણસ.


નાત-જાતને ઊંચ-નીચના બાંધી દીધા છે વાડા,

ધર્મના ધતિંગ કરીને હવે વટલાયો છે માણસ.


ચંદ્ર ઉપર પણ ખરીદી રહ્યો છે હવે જમીન,

ન જાણે કોની વાતથી ભરમાયો છે માણસ.


સબંધો સાવ લુપ્ત થવાની આરે પહોંચી ગયાને,

કઈ વાતથી જોને આ હરખાયો છે માણસ.


Rate this content
Log in