શમણું મારું
શમણું મારું
1 min
391
હકીકતથી લાગતું જોજનો એ પરે હતું,
શમણું મારું કલ્પનામાં ઝબોળેલું હતું,
ઊંચી ઊંચી ઉડાન એ ભર્યા કરતું હતું,
કલ્પનાના વિશ્વમાંજ એ વિહરતું હતું,
રાત દિવસનું ભાન મને ભૂલાવતું હતું,
એની કલ્પનામાં જ સહેલ કરાવતું હતું,
અચાનક એક દિવસ જીવંત થયું હતું,
કલ્પનામાંથી નીકળી મૂર્તિમંત થયું હતું,
હદય અનહદ ખુશીથી છલકાયું હતું,
ને પિયુના ખભે મારું માથું ઢળ્યું હતું,
કલ્પનાના વિશ્વમાંથી બહાર આવ્યું હતું,
સમણું મારું હકીકતમાં પૂર્ણતા પામ્યું હતું.
