શકું
શકું
1 min
310
રોજ સૌને એમ સમજાવી શકું,
હોય આવશ્યક તો ધમકાવી શકું,
વાત કરતાં તો જમાનો જાય છે,
મૌન બેસી સૌને દોડાવી શકું,
વાદળો વરસાવે પાણી પ્રેમનું,
ઝાડ એમાં પ્રેમનાં વાવી શકું,
ને રિવાજો ખોટા આવે સામટા,
ઘણ લઈ એને જો ભંગાવી શકું,
આવ 'સાગર' કૈં કરીએ તો જતું,
સંપનું જળ જગમાં છંટાવી શકું.
