સહકારની ભાવના
સહકારની ભાવના
1 min
405
સાથી હાથ આપજે, સહકારની છે વાત,
કાળી મજુરી કરતા હોય છે જગતના તાત,
હાથમાં જો આપો હાથ, બનશે અનેરો સાથ,
હાથ જો હોય પોતાના બાળનો, જાગે જજબાત,
સખત મહેનત અને વરસાદનો વલોપાત,
ગરમી, ઠંડી અને વરસાદનો ઝંઝાવાત,
હાથમા જો આપો હાથ, બનશે અનેરો સાથ,
સહકારની ભાવના જ લાવશે જીવન પ્રભાત!
