શિયાળો
શિયાળો
1 min
36
સતત કોઈની હૂંફ ઈચ્છતી એક પાગલ ઋતુ
એટલે શિયાળો.
નાસ્તામાં ગરમાગરમ ભજીયા અને ઢોકળા
એટલે શિયાળો.
ટૂંકા ટૂંકા દિવસો
એટલે શિયાળો.
સ્વેટર,ટોપી, મોજા અને મફલર
અને કડકડતી ઠંડીનો સાથી
એટલે શિયાળો.
દિવાળી, નાતાલ, અને મકરસંક્રાંત સંગ તહેવારો
એટલે શિયાળો.
અડદ પાક, સુંદર પાક જેવા વિવિધ પાકો
એટલે શિયાળો.
ઘર-ઘર રમાતી રમતો
એટલે શિયાળો.
સ્કૂલમાં પ્રાણાયામ આસનો
એટલે શિયાળો.
