શિવ શંકર જટાધરા
શિવ શંકર જટાધરા

1 min

284
પરમ પિતા પરમેશ્વરા, શિવ શંકર જટાધરા,
કૈલાસ નાથ શંકરા, શિવ શંકર જટાધરા,
વજ્ર ત્રિશુલ તવ કરમાં, શિર શોભે ચંદ્રમાં,
સર્પ-રૂદ્ર માલા કંઠમાં, શિવ શંકર જટાધરા,
મહાકાલ તું કાલ નિવારકા, હે કામ વિજયતા,
ગંગા વહે નિત્ય શિરમાં, શિવ શંકર જટાધરા,
તવ ગાન ગાવે સૌ જના, ગાવે સ્તુતિ પંડિતા,
જપે 'અર્જુન' મહેશ્વરા, શિવ શંકર જટાધરા.