શિક્ષણનો વેપાર
શિક્ષણનો વેપાર
1 min
397
શિક્ષણ આજે વેપાર બની ગયું,
મગજ પર મોટો ભાર બની ગયું.
ફીના ફરંજંદી મજલામાં ગૂંથાય,
શ્વાસ ફૂલવતું હથિયાર થઈ ગયું.
રક્ષણ કયાં કરતું સામાન્ય વાલીનું,
કમાણી પર ઘાતક વાર બની ગયું.
નમણી નોટોની થપ્પીમાં મૂલવાતું,
સાચું મૂલ્ય એનું તાર-તાર થઈ ગયું.
પ્રગતિપત્રક, પદવીઓ ને સન્માનપત્ર
સિમિત ડાયરાનું ગુલામ બની ગયું.
