STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

શેર બજાર : શૌર્ય.

શેર બજાર : શૌર્ય.

1 min
26.3K


જો દુઃખમાં સ્ટોપ લોસ મુકાતો હોત તો, મજા આવતી, 

અને સુખમા પ્રોફિટ બુક કરતો હોત તો, મજા આવતી, 

હૈયામાં રહેલા હેતના નવા ને નવા હાઈ પડત તો, મજા આવતી, 

લઈએ કે માથે મારીએ, સ્નેહમા નફો મળત તો, મજા આવતી, 

ગમે તેટલા પીઈ, બુક વેલ્યુ કે બેલેન્સ સીટ જોઈએ, 

ફકત ડિમેટ એકાઉન્ટ સરભર મળત તો , મજા આવતી, 

ફ્યુચર હોય કે કોલ પુટ, કે પછી હોય કેશ, 

રાહ જોતા પણ મૂડી પાછી મળત તો , મજા આવતી, 

હવે તૂટ્યું છે માર્કેટ ત્યારે આપણે પણ તૂટ્યા છે, 

આ નશા ખાતર જો રમવા વ્યાજે મળત તો, મજા આવતી, 

જો દુઃખમાં સ્ટોપ લોસ મુકાતો હોત તો, મજા આવતી, 

અને સુખમા પ્રોફિટ બુક કરતો હોત તો, મજા આવતી. 


Rate this content
Log in