STORYMIRROR

Purnendu Desai

Others

4.6  

Purnendu Desai

Others

સહેલું નથી હોતું

સહેલું નથી હોતું

1 min
71


વિચારોને એમ હર વખતે,

શબ્દોમાં ઉતારી લેવું,

સહેલું નથી હોતું,

અશ્રુઓને પાછા ધકેલી,

ચહેરા પર સ્મિતને ગોઠવી દેવું,

એમ સહેલું નથી હોતું.


કાળની એ થપાટ ને,

સ્વીકારવું એમ એટલું,

સહેલું નથી હોતું,

ને છતાં આ જીવનરથને, થંભાવી દેવું એમ એટલું,

સહેલું નથી હોતું.


જતા રહ્યા છે એ જીવનમાંથી,

એ માનવું એટલું સહેલું નથી હોતું.

સરકે છે હાથમાંથી, ભૂત અને ભવિષ્ય,

એ અનુભવવું, એટલું સહેલું નથી હોતું


સરકતી એ રેતમાં એમ,

ટટ્ટાર ઉભવું 'નિપુર્ણ'સહેલું નથી હોતું,

દરિયાના એ મોજાને,

ખુદ ઈશ્વરથી પણ રોકવું શક્ય નથી હોતું.


Rate this content
Log in