શબ્દોનો રાજમહેલ
શબ્દોનો રાજમહેલ
1 min
461
આવી ગયો એક એવો પડાવ,
જેમાં નહોતી ક્યાંય છાવ,
નીકળ્યો હતો હું એવા રસ્તે,
જ્યાં સૌ કોઈ દૂરથી જ કરતા મને નમસ્તે.
છતાં પણ હું ચાલતો રહ્યો ત્યાંજ,
વિચારતો આવું તો થાશે દરેક રસ્તે,
જીંદગીનો આ હતો એક એવો પડાવ,
જ્યાં દિલને પણ દિમાગ સાથે કરવો પડે છે લગાવ,
ખુદનો જોઈએ છે રાજમહેલ,
ને શું કામ ના કરું હું ખેલદિલીથી પહેલ !
હજુ કંઈ ખુટે છે આ પંક્તિઓમાં,
લગાવવી છે મદદની મારે ટહેલ,
બનાવીશ હું શબ્દોનો રાજમહેલ
બનશે એના થકી મારો ખુદનો પણ એક નાનો અમથો મહેલ.
શબ્દો નથી મળી રહ્યા આગળ શું કહું,
જોઈએ છે શબ્દો અનમોલ આપ સૌના હોય જે કહેલ,
અને હું બનાવીશ.
