Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shweta Talati

Others

3  

Shweta Talati

Others

"શબ્દો" થયા "મૌન"

"શબ્દો" થયા "મૌન"

1 min
13.7K



મોટા મોટા બંગલાઓ, તેમાં રહે લોકો ઓછા;

એવું કેમ લાગે છે મને, હવે "શબ્દો" થયા "મૌન"!


મોઢા દેખાય કયારેક જ પાડોશીઓના,

તેમાં પણ જોયું ના જોયું તેઓ કેમ કરતાં ?

એકનુ બારણું ખુલતુ જોઈ,જાય અંદર બીજું સરકી,

એક કુત્રિમ હાસ્ય નો પણ અવકાશ નથી શું?

લોકોના મન હવે કેમ મળતા નથી ?

મોટા મોટા બંગલાઓ...


નાની નાની વસ્તીઓમાં ભરેલા નાના ઘરો,

બંગલાઓની બહાર ખુલ્લી જગ્યાઓ સૂની,

નાના ઝૂપડાઓની બહાર ટોળું મારે ગપ્પા,

મોટી જગ્યાઓ.; પણ છે બંગલાઓ ખાલી!!

ફર્નિચર વાતો કરે એકબીજાથી,દિવાલો સાભળે -હસે;

મોટા મોટા બંગલાઓ,...


'ઓનલાઇન સંબંધોની બોલબાલા ખૂબ,

પણ સાચું મિત્ર કોઈક જ, વિચિત્ર થતી જાય છે આ દુનિયા,

છે કોઈ બુરખા વગરનો ચહેરો;

ટાઈપ કરી કરે "વાહ વાહ" અંદર તો કેમ આટલી

કડવાશ ને ભરેલું છે ઝેર ?

મોટા મોટા બંગલાઓ...


દિવાળીમાં ના બનતા નાસ્તાઓ જુદા જુદા,

કયાં છે એવી અવર-જવર ,

આવે બહારથી જ ફરસાણો; કેમ નવા વષૅની

શુભેચ્છા પાઠવવા જવામાં પણ કચવાટ,

સોશિયલ મિડિયાની પોસ્ટ જ સર્વે સર્વા;

શું આ કુત્રિમ સંબંધો હળવા મળવામાં હવે શરમાય છે ?


મોટા મોટા બંગલાઓ, તેમાં રહે લોકો ઓછા,

એવું કેમ લાગે છે મને, હવે "શબ્દો" થયા "મૌન" !


Rate this content
Log in