Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

શૌર્ય

શૌર્ય

1 min
205


પ્રેમ પંથ છે અતિ કઠિન,શૌર્ય દાખવવું પડશે,
ધડકનોને કહો હવે પૂર્ણ ધૈર્ય રાખવું પડશે !

લાગણીનું બીજ ફના તો થઈ ગયું પ્રેમની ધરામાં,
હવે ફૂલ ખીલ્યા પછી ફળ સુધી ધૈર્ય રાખવું પડશે !

પહેલી નજરે પ્રેમ થયો ને એ ગાયબ છે ત્યારથી,
હવે ફરી નજરો મળે ત્યાં સુધી ધૈર્ય રાખવું પડશે !

રણમાં ઊગવાની જીદ લઈને બેસી તો ગયું છે એ,
બસ, ઝાકળ આવે ત્યાં સુધી તો ધૈર્ય રાખવું પડશે !

હિમ થઈને થીજી ગઈ છે, તને પામવાની સ્પૃહા,
સત્યનો સૂરજ ઊગે ત્યાં સુધી ધૈર્ય રાખવું પડશે !

અજ્ઞાનના અંધારામાં અટવાઈ ભલે જાત આપણી,
જ્ઞાન જ્યોત પ્રગટે ત્યાં સુધી તો ધૈર્ય રાખવું પડશે ! 

જીવન નૌકા ઝોલા ખાતી અટકી છે મઝધારે ત્યારે,
ન આવે કિનારો ત્યાં સુધી તો ધૈર્ય રાખવું પડશે !

તન સૂકવી, કાળજા છેડાવી એના ઈંતજારમાં છું,
હોઠ શ્યામના સ્પર્શે ત્યાં સુધી તો ધૈર્ય રાખવું પડશે !

મૂર્તિ સામે ભલે બેસી રહો મંદિરમાં તમે, પણ-
અમૂર્ત ન ઓળખાય ત્યાં સુધી ધૈર્ય રાખવું પડશે !

'પરમ' શબ્દો પાછળ 'પાગલ' થયો આજીવન ભલે,
નિઃશબ્દ ન પરખાય ત્યાં સુધી ધૈર્ય રાખવું પડશે !


Rate this content
Log in