સેલ્ફી કરતાં સેલ્ફ કિંમતી
સેલ્ફી કરતાં સેલ્ફ કિંમતી
1 min
322
સેલ્ફી કરતાં સેલ્ફ વધુ કિંમતી છે,
એવી સમજણ સદા રાખીએ.
જોખમી સેલ્ફી લેવા સેલ્ફ ના ગુમાવીએ,
એવી સમજણ સદા રાખીએ.
સેલ્ફી રહી જાય અને સેલ્ફ જતી રહે,
એવાં જોખમ ક્યારેય ના વહોરીએ.
જોખમી સ્થળે સેલ્ફી ના લઇએ,
એવી સમજણ સદા રાખીએ.
કોઈકની જોખમી સેલ્ફીને શેર ના કરીએ,
લાઈક કે કોમેન્ટ પણ ના કરીએ.
મૂર્ખાઓને નિસરણી ના આપીએ,
એવી સમજણ સદા રાખીએ.
