STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

સાથે ચાલ તું..

સાથે ચાલ તું..

1 min
340

રાહ હોય કઠિન કે સરળ,બસ સાથે ચાલ તું,
રસ્તે તેજ હોય કે તમસ,બસ સાથે ચાલ તું !

તને ચાહું,તને માંગુ,તને પામું,તુજ મય જીવન,
હકીકત હોય કે હોય સપન,બસ સાથે ચાલ તું !

તને નીરખીને બુઝાઈ છે પ્યાસ જન્મોની ભીતર,
રત્નાકર હોય કે હોય રણ,બસ સાથે ચાલ તું !

ભીડનો શું ભરોસો,ભીડમાં પણ હું રહું એકલો,
તારી સાથે છે આસાન સફર, બસ સાથે ચાલ તું !

સાત જન્મોનો છે સંગાથ આપનો આ પ્રેમવેદી પર,
આમ જ હાથમાં હાથ જકડ, બસ સાથે ચાલ તું !

મારી શાયરીઓ તો સર્જાશે અંદરથી આપમેળે,
મળેલી રહે નજરથી નજર,બસ સાથે ચાલ તું ! 

ખબર એટલી જ છે કે મારી જ મને નથી ખબર,
હવે આમ જ રહું બેખબર,બસ સાથે ચાલ તું !

એક "પરમ" ભરોસાની પરાકાષ્ઠા છે આ પ્રેમ,
આ "પાગલ" પન રહે સતત,બસ સાથે ચાલ તું !


Rate this content
Log in