સાથ અમારો
સાથ અમારો

1 min

11.4K
આજે આવ્યા ફરીથી,
એ જ જૂની જગ્યાએ.
કામ કરવા કે વેંચવા,
કે થયેલું મૂકવા જગ્યાએ.
એકલા સાચે ચડે કંટાળો,
કામ તો મારાથી થાય કેમ?
ઘરની યાદ ખૂબ આવે,
હવે અહીં રહેવાય કેમ?
મળ્યા છે લોકો આ જગ્યાએ,
રાહત મળે છે એમને મળીને.
એક તાંતણો બંધાય કાચોપાકો,
બધાની સાથે-વચ્ચે રહીને.
ભલે અત્યારે પરિવાર દૂર છે,
આ મિત્રો પણ નવો પરિવાર છે.
આમની સાથે રહેતા ફરક નથી,
આજે સોમવાર છે કે રવિવાર છે.
એક ટીમ છીએ અમે,
એકબીજા માટે તૈયાર,
એકબીજા સાથે થાય કામ ને વાતો,
બધાના માથે એક કોમ્પિટિશન સવાર.
આ સ્પર્ધા જ કદાચ અમારો સંપર્ક છે,
આ ટીમવર્ક જ કદાચ અમારો સંબંધ છે.