સાન્તાક્લોઝની પ્રતિમા
સાન્તાક્લોઝની પ્રતિમા
નાતાલના દિવસો ચાલી રહ્યા હતાં. એ સમયગાળા દરમિયાનની આ ઘટના છે. મારા પપ્પા સિક્યુરિટીમાં જાય છે. એટલે કે વોચમેનની નોકરી કરે છે. એમના સારા સ્વભાવના લીધે સોસાયટીમાં રહેતા લોકોના તેઓ વ્હાલા બની જવા પામ્યા છે.
એક દિવસ તેઓ ઘેર આવ્યા એ વખતે ઘણીબધી ચોકલેટો લેતાં આવ્યા. મેં એમની થેલીમાં ડોકિયું કર્યુ તો મને સાન્તાક્લોઝની એક પ્રતિમા જોવા મળી. તેને મેં થેલીમાંથી બહાર કાઢી. મમ્મીને બતાવી. આ પ્રતિમાની ફરતે એક બેલ પણ બાંધેલો હતો. સ્હેજ હલાવી તો પેલો બેલ રણકી ઊઠ્યો. એક અઠવાડિયા દરમિયાનના સમયગાળામાં મેં ચોકલેટો પૂરી કરી દીધી. પ્રતિમાને મારી મમ્મીએ ધાતુના એક પીપડામાં મૂકી દીધી. કેટલાય દિવસો સુધી પીપડું બંધ રહ્યું. એક દિવસ મમરાની થેલી કાઢવા મેં પીપડું ખોલ્યું. પેલી પ્રતિમાને પણ બહાર કાઢી. એ પછી તેને અજવાળામાં રાખીને ધ્યાનથી જોવા લાગ્યો. એની ઉપર મને અંગ્રેજીમાં લખાણ વાંચવા મળ્યું. એક શબ્દ વાંચતા જ હું ઘડીભર માટે આશ્ચર્ય અનુભવવા લાગ્યો. એ શબ્દ હતો: ચોકલેટ.
