STORYMIRROR

Purohit Divya

Others

3  

Purohit Divya

Others

સાઈકલની પાંખો

સાઈકલની પાંખો

1 min
11.8K


સાઇકલને પાંખો પહેરાવી કોઈ રોજ સપનાં સજાવે છે,

ઉડવા માટે આતુર પાંખો આશા અનેક ધરાવે છે.


ધરતી પર દોડ્યા કરતી એ ઉડવા માટે તૈયાર થશેને,

ઘડાવી નમણી રૂપાળી પાંખો ખુદને એ ચઢાવે છે.


દીવાલ સમુ કોઈ ચિત્ર ભાસે ઈંટોની અણિયાળી પર,

 પેન્ડલ હેન્ડલ પાંખો સામે જાણે શીશ નમાવે છે.


સંશોધન શમણાનું કરીને અલગ વિચારોમાં વાણીને,

નવી આશનાં નવા શમણાં અનોખી સફર કરાવે છે.


વગર કહ્યે કેટલું કહી જવાની ક્ષમતા એ સાંપડી ને,

જાણે આ સંસાર સમો સાગર પળમાં તરાવે છે.


Rate this content
Log in