સાહ્યબો
સાહ્યબો
1 min
149
સાહ્યબો મારો……સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે,
થાય કરું પ્રદક્ષિણા પગલાં પાડુ તારે પગલે;
સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે;
ચાલને સખા પાંદડીમાં એકમેકને વધાવીએ;
મઘમઘતાં ફૂલડાં ચુંટી પૂજા કરુ હું પરદેશે;
સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે;
શમણાં ઉછેરું ને મીઠડાં સખા લઉં વારીવારી;
આભને ઝરુખે ચાંદો ને તારલા નાચું ઘુંઘરું પે'રી;
સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે.
