STORYMIRROR

Rajeshri Thumar

Others

3  

Rajeshri Thumar

Others

સાહસી દીકરી

સાહસી દીકરી

1 min
142

છે મજબૂત તન - મન તુજ, શક્તિ અપરંપાર,

સમજતી તું ગંભીરતા, હોય લક્ષ્ય કે જવાબદારી,


ઊડવા ઊંચે છોડ્યા તે ખોટા રસ્તાઓને ચીજો,

છોડ્યું ઘર ને આપ્યું બલિદાન તુજ શોખ તણું,


થતી જો ગલતી તુજ, કરતી એથી વધુ પસ્તાવો,

ઉદાસ થવાનો પણ ક્યાં સમય છે આ મજબૂતી પાસે,


ભળી જતી બધે હોય ભલે હોસ્ટેલ, ક્લાસ કે ઓફિસ,

ચલાવી લીધું તે ગમતું ને ના ગમતું પણ,


તુજ સ્વપ્ન તણા ડુંગરને કરી લેજે સર,

હટાવજે જો નડે આડા કાંટા ને કંકણ,


દિન રાતની મહેનત ને એથી ઊંચા વિચારો,

કરશે છેલ્લે તુજ પીછો જરૂર આ સફળતા,


છે તું ગૌરવ દેશનું, ના ડરતી એકલાપણાથી,

તાકાત, હિંમત, શૌર્ય ને શાન બતાવી દે આ દેશને,


છે ગઝલ પણ મારી, છે રજૂઆત પણ મારી,

બેઠી જે સંતાઈ શબ્દોમાં, તે સાહસી મારી છે દુલારી.


Rate this content
Log in