STORYMIRROR

Parag Pandya

Others

3  

Parag Pandya

Others

સાહેબજી

સાહેબજી

1 min
115

સાહેબજી, જોડે બેસો તો કહું પ્રણયની કરમકહાણી,

આમ દૂરથી તો બધું મદમસ્ત મૌલા જેવું જ લાગશે !


સાહેબજી, અરીસો પકડાયો છે આજે લાંચ લેતા,

ન જાણે કેમ હસતો'તો ચહેરો દિલમાં દર્દ હોવાં છતાં !


સાહેબજી, સમય, વિશ્વાસ અને ઈજ્જત એવાં પંખી,

જો જાય ઊડી એકવાર તો પછી પાછા ના આવે કદી !


સાહેબજી, દુનિયા આમ તો એક જ છતાં જૂદી સૌની,

પ્રણય મારો કાચ સમાન કેટલાંયને વાગ્યો, થ્યો ઘા દિલે !


સાહેબજી, સંબંધોનો વ્યાપાર વૃક્ષોથી સીખ જરા દોસ્ત,

જ્યારે જખમ મૂળમાં થાય તો ડાળીઓ પણ જાય સૂકાઈ !


સાહેબજી, કંઈક સંબંધ છે તો છે ચૂપ-- ખરું ને ?

ન જાણે કેમ કેટલાક ચૂપ છે તો જળવાયો સંબંધ !


સાહેબજી, પ્રણય અને મૃત્યુની પસંદગી તો જાણો,

ન જાણે કેમ એક માંગે છે દિલ ને તો બીજું ધડકન !


સાહેબજી, કરશો આસમાનની ઊંચાઈ સ્પર્શ પ્રયત્ન,

ન જાણે કેટલાં પાંખો કાપવા તૈયાર નજરે ચડશે !


સાહેબજી, હાજરજવાબી પર ખામોશી મોહતાજ,

ન જાણે કેટલાયે સવાલોના સચવાય શીલ એમાં !


Rate this content
Log in