સાચી દવા
સાચી દવા
1 min
13.4K
તને પ્રેમમાં એ હજી ક્યાં તમા છે,
અહીં દર્દની દર્દ સાચી દવા છે.
બધું ધારશો પ્રેમમાં એ જ મળશે,
ખબર છે તને પ્રેમ સાચો ખુદા છે.
મળે દેવતા એક સાચા જ ભાવે,
સદા દર્દમાં જ્યાં અનોખી અદા છે.
પચાવ્યો અહીં પ્રેમ એણે મજાનો,
અહીં પ્રેમમાં દર્દ સાચી રજા છે.
કરું એક ઈચ્છા અહીં પ્રેમ કેરી,
અહીં સુખ બધાંને બધાં આપવા છે.
રહું છું સદા એક શાંતિના વનમાં,
મને પ્રેમમાં તો મજા છે, મજા છે.