રવિવાર
રવિવાર
1 min
60
ખુશ છું, ખુશીનો દિવસ છે,
આજ મારી મરજીનો દિવસ છે.
અધૂરા સ્વપ્નની પૂર્ણતાનો દિવસ છે,
પ્રભુને કરેલી અરજીનો દિવસ છે.
થશે શું, કોણ જાણે, નક્કી સારો દિવસ છે,
કૃપા હો ઈશ્વરની, એટલે મારો દિવસ છે.
છે બધુું જ ખુશનુમા, મજા નો દિવસ છે,
રવિ નો વાર છે, ને રજા નો દિવસ છે.
હશે તાપ, તો દૂર કરવાનો દિવસ છે,
વરસજે અનરાધાર, આજ 'મેહુલિયા'નો દિવસ છે.
