STORYMIRROR

Smita Dhruv

Others

3  

Smita Dhruv

Others

રૂપિયો ગગડ્યો લાગે છે !

રૂપિયો ગગડ્યો લાગે છે !

1 min
308

તેને ક્યારેય સખણાં રહેતાં આવડ્યું નહિ,

ફરી રૂપિયો ગગડ્યો લાગે છે !


વર્ષો ગયાં, સદીઓ વીતી, તો યે રૂઆબ છાંટે છે,

..રૂપિયો ગગડ્યો લાગે છે !


ડોલર, પાઉન્ડ ને યુરો આગળ, કેમ તે ઝાંખો લાગે છે ?

..રૂપિયો ગગડ્યો લાગે છે !


હજી સમય છે, સમજી જા, બીજી કેટલીય કરન્સી પાછળ છે !

..રૂપિયો ગગડ્યો લાગે છે !


એ સમય ગયાં ને કાળ ગયો, જયારે નાણે નાથો નાચે છે !

..રૂપિયો ગગડ્યો લાગે છે !


એંટમાં ને એંટમાં રાજ ખોયું ને પાટ ખોયું,

છેલ્લી તક તારે ભાગે છે !

..રૂપિયો ગગડ્યો લાગે છે !


Rate this content
Log in