STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

રૂદન

રૂદન

1 min
371

આનંદમાં આત્માનો અભિષેક છે રૂદન,
એકાંતમાં ખાલીપાનું ગુંજન છે રૂદન !

ભેદભરમ આંસુના છે સદાયે અકળ,
ઓળખાય તો પ્રેમનું પૂજન છે રૂદન !

આપે હળવાશ દુઃખ દર્દની અનુભૂતિમાં,
પરમાત્માનું કેવું અનેરૂ સર્જન છે રૂદન !

સ્નેહ સાગર છલકાય જો આંસુઓ બની,
ભીતરની વેદનાનો રૂતબો છે રૂદન !

સમયની રેત ઉપર આંસુઓનું ઝાકળ,
સૌ કોઈના વદનનો શણગાર છે રૂદન !

એક એક બુંદમાં સુખ દુઃખનો સંગમ,
સ્નેહનો ઉછળતો સમંદર છે રૂદન !

કૈક અરમાનોના કાફલા સંઘરે આંસુઓ,
ઘૂંટાયેલી ભરતીનું વમળ છે રૂદન !

ભાંગેલી ભ્રમણાંઓના ખંડેર ઓગળી ગયા,
તૂટેલા સપનાઓનું નગર છે રૂદન !

ડૂબે એ જ ઉબરીને મેળવે તાગ એનો ,
તળિયા વગરનો મહાસાગર છે રૂદન !

અંધકારનાં રણમાં અટવાય જાત જ્યારે,
ત્યારે ભીના ઉજાશનો પ્રકાશ છે રૂદન !

આ ક્ષણની "પરમ" અનુભૂતિ ને આ આંસુઓ,
મારા "પાગલ" પનનું પ્રમાણ છે રૂદન !


Rate this content
Log in