STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

રંગત

રંગત

1 min
272

અરમાનોથી ઊભરતો, કરમાં લઈ કળશ-લો આવી ગઈ નવા દિવસની રંગત,

હાથમાં હાથ પરોવી આગળ વધીએ ચાલો વધાવીએ નવા દિવસની રંગત,


હાલો હું યે મૂકી દઉં યાદોની અભેરાઈ ઉપર અતીતનું એક પોટલું,

ભેગા મળી કૉક'દિ વાગોળીશું ને વહેંચીશું- ભૂત-ભવ્યતાની રંગીલી રંગત,


ગત કાલે હતા જે ખાલી હાથ હવે નહીં રહે સદા- એજ દિન અને રાત,

રંગ લાવશે એજ હાથોની રંગત જે જણ જારી રાખશે સંઘર્ષ સહર્ષ,


કૈંક ઝખ્મોને ઝખ્મી કરીને આજે ઊગ્યો છે સમયનો નવો સોનેરી સૂરજ,

કિરણ તેજપુંજની પોટલી એક ઉઘડી જાણે બની ઉત્કર્ષ નવી રંગત,


છે સમયની કબરમાં કેટલાયે વિચિત્ર ઘાયલ દિવસો દફન 'પરમ',

શાંતિથી સૂતેલા આ મડદાઓને જગાડીને હું શું કામ થાવ હવે 'પાગલ' !


Rate this content
Log in