રંગની દુનિયા
રંગની દુનિયા
લાલ રંગ પીળો રંગ લીલો રંગ
રંગોની છે દુનિયા નિરાળી
ચાલો રમીએ રંગોથી હોળી
રંગ વગર જિંદગી છે ફિક્કી
ચાલો રમીએ રંગોથી હોળી
લાલ રંગની શાન છે નિરાળી
એ પ્રેમ પ્રતીક ગુલાબમાં દેખાણી
ચાલો રમીએ રંગોથી હોળી
પીળા રંગની શાન છે નિરાળી
એ પીઠીના રંગમાં દેખાણી
ચાલો રમીએ રંગોથી હોળી
લીલા રંગની શાન છે નિરાળી
એ શિવ બીલીપત્ર અને
દરગાહની ચાદરમાં દેખાણી
ચાલો રમીએ રંગોથી હોળી
કેસરી રંગની શાન છે નિરાળી
એ રાષ્ટ્રઘ્વજના રંગમાં દેખાણી
ચાલો રમીએ રંગોથી હોળી
કાળા રંગની શાન છે નિરાળી
શ્યામ કૃષ્ણના રંગમાં એ દેખાણી
ચાલો રમીએ રંગોથી હોળી
સફેદ રંગની શાન છે નિરાળી
ગંગાના પાણીમાં એ દેખાણી
ચાલો રમીએ રંગો થી હોળી
દૂધિયા રંગની શાન છે નિરાળી
આકાશના રંગમાં એ દેખાણી
ચાલો રમીએ રંગોથી હોળી
#રંગબરસે ત્યારે
આકાશે રંગોની રંગોળી દેખાણી
ચાલો રમીએ રંગોથી હોળી
