STORYMIRROR

Margi Patel

Others Romance

5.0  

Margi Patel

Others Romance

રંગમાં રંગાઈ જાણ

રંગમાં રંગાઈ જાણ

1 min
779


આ રંગના ઉત્સવમાં થોડું રંગાઈને જાણ,

તારા પ્રેમનો રંગ થોડો ચડાઈને જાણ.


સુખ દુઃખના એ સમર્પણમાં થોડું રંગાઈને જાણ,

તારા પ્રેમની વાસ્તવિકતાને થોડી ચડાઈને જાણ.


પ્રેમના રંગમાં કૃષ્ણ ને રાધા પણ રંગાઈને જાણ,

કૃષ્ણ રાધા નહીં પણ હીર ને રાંજા જેમ પ્રેમને મહેકાઈને જાણ.


પ્રેમ નહીં તો દોસ્તીના રંગના રંગાઈને જાણ,

કૃષ્ણ સુદામાની જેમ અનેરી દોસ્તીનો રંગ ચડાઈને જાણ.


તારા ઘરની તક્ષીરમાં મારૂ નામ તો ચડાઈ જાણ,

તારા જીવનમાં રંગથી રંગીન બનાઈને હું જાણ.



Rate this content
Log in