રંગ તારાં પ્રેમનો
રંગ તારાં પ્રેમનો

1 min

281
રંગાયો હતો હું તારાં પ્રેમમાં,
રંગાવું હતું મારે એમાં જીવનભર,
છતાંય જો આજે છું કોરોધાકોર હું,
રહી ગયો બસ હવે તારાં જ વહેમમાં,
એવો હું અકળાયો તારા આ વર્તને,
કહી પણ ના શક્યો તને હાલને મારાં,
ના રંગો વરસ્યા, નાં મારી કોઈ એ
પિચકારી ગુલાલની, નાં ભીંજાયો હું,
રહ્યાં કોરાં ગાલો મારાં તારી જ રાહ જોતાં,
કોરી રહી ગઈ એ લાગણી,તારા હાથે રંગાવાની,
ને વરસી આંખો મારી, ભર ઉનાળે,
વરસ્યો જો મેહ મૂશળધાર તારી યાદ નો !