STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Classics

3  

Prashant Subhashchandra Salunke

Classics

રંગ ડોલરિયો...

રંગ ડોલરિયો...

1 min
679

એક ઝાડ માથે ઝુમખડું

ઝુમખડે રાતા ફૂલ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો,


એક સરોવર પાળે આંબલિયો,

આંબલિયે ઝૂલતી ડાળ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો,


એક આંબા ડાળે કોયલડી,

એનો મીઠો મીઠો સાદ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો,


એક નરને માથે પાઘલડી,

પાઘડીયે ફૂમતા લાલ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો,


એક ભાલે કંકુ ચાંદલિયો

એના રાતા રાતા તેજ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics