રમવા આવજો માડી
રમવા આવજો માડી
1 min
731
મારા માવડી રે
રમવાને વ્હેલા પધારજો.
મેં તો પાડી છે હાથ્યુમાં ભાત રે
ગરબે રમવા તારો દેજે સંગાથ રે
રમવાને વ્હેલા પધારજો
મેં તો ગરબામાં દિવડો મેલ્યો રે
નવરંગ ચુંદડીનો રંગ ઝાલ્યો રે
રમવાને વ્હેલા પધારજો
તારા રુમઝુમ પગલાંનો રણકાર દે
તું નવલખ તારાનો ઝગમગાટ દે
રમવાને વ્હેલા પધારજો
મેં તો શીરો ને લાપસી કર્યા રે
તે તો દુ:ખડા સૌ મારા હર્યા રે
રમવાને વ્હેલા પધારજો
