STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

રમતાં રમતાં

રમતાં રમતાં

1 min
173

શીદને કરો છો પ્રભુ આવી તે અંચાઈ, અમે એવી તે શું કરી લુચ્ચાઈ...? 

બહુ દુષ્કર કરી દીધું તમે સહુનું જીવવું, કેવી રમત માંડી છે કે આમાં કેમ કરી રમવું ...? 


રમતાં રમતાં અમારો દાવ તમે લઈ લીધો હાથમાં, અમે હારીશું તો શું તું લઈશ અમને બાનમાં...? 

આ તો ચિત પણ તારી અને પટ પણ તારો, માનવને કગારે ઊભો કરી પીઠ પાછળથી કેમ ઘા મારો...? 


તારા જ બાળકો છીએ ભૂલ થાય તો ટકોર કરી શીખવાડો અમને સહુને આવા કડવા ઘુંટડા કેમ ગળાવો..?

રમતનાં નિયમો તો સહુને સરખા કર તું લાગૂ, આ તો એકનો એક દાવ અમને કેટલી વાર રમવા આપું...?


 હજી સુધી કોઈ જવાબ નથી તારો, હવે આ એક તરફી રમતને કોઈ તો પાર ઉતારો...! 

ધરતી થઈ છે ત્રસ્ત તારી આવી રમત રમતાં રમતાં, હે પ્રભુ, આમ કેમ..! તારા જ રચેલાં હવે તને જ નથી ગમતાં..?


Rate this content
Log in