રમત
રમત




શ્વાસ શબ્દ સાંબળતા જ,
કેટલાય શબ્દો મંડરાય છે,
શ્વાસ થઇ જાય અધ્ધર,
શ્વાસ મુંઝાય છે.
મુકત શ્વાસ લેવા દે,
શ્વાસોનો શોર થાય છે,
તાજગી હોય શ્વાસમાં,
શ્વાસ મહેકાય છે.
તનના તંબૂરામા શ્વાસોની,
તારથી ભજન ગવાય છે,
શ્વાસ ખુટતા પહેલા,
શ્વાસ ઘુંટાય છે
શ્વાસ તુટે કોઇકના,
ને કોઇક લુંટાય છે,
ખુટે જો શ્વાસ,
તો બધું ખુટી જાય છે,
શ્વાસોની આ રમત,
કોને સમજાય છે ?