રમત સમજાય છે..
રમત સમજાય છે..
1 min
148
આયખું પૂરું થવા ને જાય છે,
તેમ શ્વાસોની રમત સમજાય છે.
ડૂબકી મારો અશ્રુના કુંડમાં,
ડૂસકાંને ડુમાઓ પડઘાય છે.
સાહિબીને પામવાનો લોભ છે,
"બહુ થયું ભૈ" એવું ક્યાં કહેવાય છે ?
લાગણીઓ જડભરત થઇ સર્વની,
ભાવ ભીના લોકો ક્યાં દેખાય છે ?
ઝેર પીવે છે ઘણાં જીવો અહીં,
મોત સુધી તોય ક્યાં પહોંચાય છે ?
