રમત રમી ગયાં
રમત રમી ગયાં
1 min
333
પારકાં ને શું કેહવા જાઉં હું,
પોતાનાંજ રમત રમી ગયાં,
લાગણીના ઊંડા દરિયામાં,
હડસેલા મારી ડુબાડી ગયાં,
સંબંધોના નામે છળ કરી,
દિલ, નજરોમાંથી ઉતરી ગયાં,
કોઈ આંસુના નામે લાગણી કળી ગયાં,
કોઈ અંશુનાં બહાને ઊંડા ઘા કરી ગયાં,
કેહવું શું હવે આ લોકોને,
પોતાનાંજ પોતાનાઓને,
પારકાં બનાવા રમત રમી ગયાં.
