રક્ષાબંધન
રક્ષાબંધન
1 min
271
લાગણી ને પ્રેમનું પ્રતીક છે, રક્ષાબંધન,
રાખડીમાં રહેલું એક સ્વસ્તિક છે, રક્ષાબંધન,
ઘણાં હોય છે દુનિયામાં સંબંધ પરંતુ,
તમામથી ઉપર એક મસ્તક છે, રક્ષાબંધન,
દેખાઈ રહી છે મને અનેરી સવાર એ,
ભાવનાપૂર્ણ એક ઝલક છે, રક્ષાબંધન,
આવે ના તોલે કશું, અતુલ્ય આ નાતો છે,
નિ:સ્વાર્થ ભાવનો એક જનક છે, રક્ષાબંધન,
નસીબદાર છું કે મળી છે બહેન મને,
તારાં હોવાથી જ થયું સાર્થક છે, રક્ષાબંધન.