રક્ષા બંધન
રક્ષા બંધન


ભાઈ ને બહેનના સ્નેહનું છે એક અનોખું બંધન,
ગંગા જેવો પવિત્ર આ તહેવાર છે જેનું નામ છે રક્ષા બંધન,
નાનપણ હોય કે જવાની કે હોય પછી ઘડપણ,
રક્ષા કરવા પહોંચી જાય બહેનની કરે તેનું સંરક્ષણ,
ભાઈ બહેનની તો જોડી જ અનોખી છે,
પારસ જેવી એક ડેમ ચોખી છે,
ક્યારેક હસતા ક્યારેક રમતા,
ધમાલ મસ્તીમાં ક્યારેક લડી પડતા,
અકબંધ રહે આ પ્રેમનું બંધન,
કંઈક એવા ભાઈ હોય છે જેને બહેન નથી હોતી,
કંઈક એવી બેન હોય છે જેને ભાઈ નથી હોતા,
પરંતુ જેને હોય છે એનેજ સમજાય છે આ સ્નેહનું વર્ણન,
સદેવ અખંડિત રહે ભાઈ બહેનનું આ પ્રેમરૂપી બંધન,
ભાઈ બહેનની અનોખી ને અતૂટ ભેટ આપવા કરું છું ઈશ્વર ને અભિનંદન
એકબીજાની રક્ષા માટે કાયમ પ્રજવલિત રહે આ તહેવાર જેનું નામ છે રક્ષાબંધન.