STORYMIRROR

Hiral Pathak Mehta

Others

3  

Hiral Pathak Mehta

Others

રજા લઉ

રજા લઉ

1 min
185

વિચારું છું કાલે એક રજા લઉં....

થોડીક આળસની પણ મજા લઉં....

પણ શરુઆત ક્યાંથી કરુ?

છે થોડીક જવાબદારીઓને ક્યાં મૂકું ?


આંખ ખોલુ ને મને પણ ' ચ્હા' હાથ માં મળે....

શું મને પણ મારા સપનામાંથી અચાનક જાગવાની મજા મળે ?

ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે...


શું મને પણ મીઠું જરા ઓછું છે કહેવાનો મોકો મળે ?

લંચ ના બનાવાનો બ્રેક મળે....

શું મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો સમય મળે ?


કામ કરતી હોઉં ને મને પણ કોઈ પૂછવા આવે...

ગરમાગરમ 'ચ્હા' પીશ ? ના જવાબ આપવાની તક મળે ?

સાંજનું જમવાનું કોઈ મને પૂછીને બનાવે....

શું મને પણ મનગમતું જમવાનો અવસર મળે ?

આવી એક રજા મળે.... 

તો શું મને માણવી ગમે ?


સાલુ રોજ વિચારું આજે રજા લઉં...

ને કાલે લઈશ ....ને ફરી કામે લાગી જઉં..!


Rate this content
Log in