રિસાઈ ગયો ભગવાન
રિસાઈ ગયો ભગવાન
દર્શન દઈ ભક્તો ને
જુઓને રિસાઈ ગયો ભગવાન
સતત કૃપા વરસાવતો
જુઓને રિસાઈ ગયો ભગવાન
વી આઇ પી ના જોયા ફાંકા
ગરીબ બિચારા થઈ ગયા રાંકા
નામ પ્રસાદનું ઠોર
માણસ બની ગયો કઠોર,
લઈ રૂપિયા કરાવે દર્શન
વેંચે બસોમાં એક ઠોર
થાકી લીધું હાથમાં શસ્ત્ર
દીધું કોરોનાનું નામ
બંધ કીધાં દેવાં દર્શન
કરી દીધો દેશ લોકડાઉન,
સજવા નથી શણગાર મારે
પહેરવાં નથી નવા વાઘા
થાઈ બધા ગરીબો ખુશ
ત્યાં સુધી જાવ બધા આઘા,
નહિ માનો ઓ મૂઢ ઇન્સાન
કરી દઈશ આ દુનિયા સ્મશાન
પૈસા પાછળ પાગલ મન
સમજી લે તું અભય વચન
રાખતો થા ગરીબનું ઘ્યાન
મીટાવું મહામારીનું નામનિશાન.
