રિકવેસ્ટ
રિકવેસ્ટ
1 min
239
દુનિયાની ચિંતા કરવાવાળી મારી
માવડી, આજ તારી ત્યાં કોણ ચિંતા
કરશે..અમે થઈ ગયા નોધારા અનાથ
સૌ બાળ....
હાઈ, ભગવાન
મારી મા ખોવાઈ ગઈ.
ત્યાં આવી છે ? ભગવાન, તો તેનું ધ્યાન રાખજે
એને ગરમ ગરમ રોટલી ભાવે છે....
એને શીતળ જળ પસંદ છે.
એને કડવા કારેલા અને મેથી પસંદ છે,
એને વરસાદી ભજીયા પસંદ છે.
કાજુબદામ આઈસ્ક્રીમ બહુજ પસંદ છે,
બસ આટલો સંદેશો છે..
તને ભલામણ છે ભગવાન..
તા. ક.
મારી "મા" ને ભગવાન, તારી સેવા કરવાની,
બહુ પસંદ છે.
