રીસાણું સપનું
રીસાણું સપનું
1 min
368
રીસાયું છે સપનું મારુ,
એક મૂકી બીજુ ઉડી ગયુ,
મનમાં આવી નીંદરમાં મારાં,
કાનમાં કંઈક કહી ગયું,
વાત મૂકી અધવચ્ચે ને,
મારી કૂદકો તે ભાગી ગયું,
અંધારામાં ખેલ કરીને,
ઉંઘમાં મને "ઘા" આપી ગયું,
આંખ ખોલી એક ક્ષણ મેં,
તો સૂર્ય સાથે સમાયી ગયું,
શોધતી રહી તેને હું દિવસ રાત,
પણ નારાજગીની "સૂચી" મને આપતું ગયું,
એક હતુ સપનું મારુ,
જે રીસાઈ ને મારાથી ઉડી ગયું !
