STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

રઘવાટ

રઘવાટ

1 min
261

સમયના દરિયામાં ક્ષણોની લહેરોનો રઘવાટ શમતો નથી,

છે મન ડામાડોળ હર સ્થિતિમાં, ભીતરનો રઘવાટ શમતો નથી !


એક અંતર યુદ્ધ ખુદ સાથે લડે રોજ રોજ કર્મના કુરુક્ષેત્રમાં,

એક અજીબ સ્તબ્ધતા વચ્ચે વિચારોનો કકળાટ શમતો નથી !


દ્વિધાઓના નગર મધ્યે ભૂલું પડે મન ચકરાવાના ચાર રસ્તે,

મોહ મંઝિલોનો છૂટ્યા પછી પણ રંજ ને રઘવાટ શમતો નથી !


આકાશ આખું બાનમાં લઈને બેઠી છે ઊંચી ઈમારતે એક બાલ્કની,

એમાં મજબૂર મનનાં પંખીડાની પાંખોનો ફફડાટ શમતો નથી !


શાંતિની ઝંખનામાં યુદ્ધો આરંભાય છે અપાર અવની પર યુગોથી,

સરહદો બન્યા પછી પણ પ્રદેશોના પ્રાણનો રઘવાટ શમતો નથી !


નજરમાં રણ શુષ્કતાનું વિસ્તરે 'પરમ'ની રાહમાં જન્મોથી,

'પાગલ' પ્રેમીની હર આહટમાં નજરનો રઘવાટ શમતો નથી !


Rate this content
Log in