રડતું રહે
રડતું રહે
1 min
811
એક શમણું આંખને નડતું રહે
મારૂ કાજળ આંખથી દડતું રહે
ચાંદની રોતી રહી છે રાતભર
એ જ જળ ઝાકળ બની પડતું રહે
વીજના ચમકારથી કંપે છે એ
આ હ્રદયનું સસલું ફડફડતું રહે
રોજ પીઠાંમાં છે સિક્કાની ખનક
એક ભૂખ્યું બાળ ત્યાં રડતું રહે
સ્પર્શ પણ અસ્પૃશ્ય હોતા હોય છે
ને હ્ર્દય અસ્પૃશ્યને અડતું રહે
ફૂલનાં 'સપનાં' છે કંટકની વચે
છો નડે શમણું કો' પણ જડતું રહે
